પુત્ર નહીં, પુત્રી ભવઃ નો આર્શીવાદ! ગુજરાતના આ જિલ્લામાં જજ, કલેક્ટર, SP, પ્રમુખ બધે નારીશક્તિ Women’s Day Special: જિલ્લાની

Women’s Day Special: જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર હોય કે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો…તમામ બાબતોના નિરાકણની જવાબદારી અહીં મહિલાઓના શિરે જોવા મળે છે. આ છે ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો.

તમે જાણો છો ગુજરાતમાં એક જિલ્લો એવો છે જ્યાં તમામ સર્વોચ્ચ પદો પર બિરાજમાન છે મહિલાઓ. અહીં મહિલાઓના હાથમાં છે આખા જિલ્લાના વિકાસ અને સુરક્ષાની તમામ જવાબદારીઓ. આ છે જિલ્લાની સૌથી પાવરફૂલ મહિલાઓ. અહીં વાત થઈ રહી છે રાજસ્થાનની સરહદને અડીને અવેલા ગુજરાતના અરવલ્લી જિલ્લાની. જ્યાં તમામ સર્વોચ્ચ પદો પર બિરાજમાન છે નારીશક્તિ.

નારીશક્તિનું ઉદાહરણ પુરું પાડતો જિલ્લોઃ

આજે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે ગુજરાત રાજ્યમાં એકમાત્ર અરવલ્લી જિલ્લો એવો છે કે જેના તમામ સર્વોચ્ચ સ્થાને મહિલાઓ બિરાજે છે. કલેકટર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા ન્યાયાધીશ,જિલ્લા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દાઓ પર મહિલાઓ સત્તા પર છે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનો મોટું ઉદાહરણ અરવલ્લી જિલ્લો બન્યો છે.

ગુજરાતનો સૌથી અનોખો જિલ્લોઃ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં મહિલાઓ પુરુષ સમોવડી બની મજબૂત સ્થિતિમાં છે ત્યારે ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં તમામ સર્વોચ્ચ હોદ્દાઓ પાર મહિલાઓ સત્તા પર છે અને જિલ્લાનું શાસન કર છે. વાત છે અરવલ્લી જિલ્લાની કે જેમાં શાસન,સુરક્ષા,ન્યાય અને ગ્રામીણ વિકાસની દિશા બતાવનાર તમામ મહિલાઓ છે. જે સ્ત્રી સશક્તિ કરણ નું સૌથી મોટું ઉદાહરણ સમગ્ર રાજ્યમાં બન્યું છે.

આખા જિલ્લાનું શાસન છે અહીં મહિલાઓના હાથમાંઃ
અરવલ્લી જિલ્લાનું શાસન સંભાળતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક,સુરક્ષાના સુકાની જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, જિલ્લાના પ્રિન્સિપાલ જજ એ એન અંજારિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર નો સમાવેશ થાય છે. આ તમામ ચહેરાઓ જિલ્લાનું સુકાન કરે છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર હોય કે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો તમામ બાબતો મહિલાઓના શિરે જોવા મળી રહી છે.

પુત્ર ભવઃ નહીં આપો પુત્રી ભવઃનો આશીર્વાદઃ
વિશ્વ મહિલા આતરરાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લો મહિલાના શાસનમાં અવ્વલ જોવા મળી રહયો છે. એસપી શૈફાલી બરવાલએ મહિલાઓને તમામ ક્ષેત્રે નીડર થઇ ખુદથી સક્ષમ થવા આગળ વધવાની અપીલ કરી હતી. સાથે જ મહિલાઓ કોઈ પણ બાબતમાં પાછળ નથી તેવું પણ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે આજના દિવસે સામાજિક અપીલ કરતા જણાવ્યું કે જેમ વડીલો આશીર્વાદ આપે છે કે પુત્રવાન ભવઃ પણ હવે એવું નહિ પુત્રવતી ભવઃ  એવો આશીર્વાદ આપવો જોઈએ. પુત્રીઓને શિક્ષણમાં આગળ લાવવાની જરૂર છે. કારણ કે જવાબદારી,શાસનમાં સ્ત્રીઓની ભાગીદારી વધી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને રાજ્યમાં વિકાસની ગતિમાં આગળ રાખવા ટિમ અરવલ્લી મજબૂતાઈથી આગળ વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.