સ્પેન બાદ નેધરલેન્ડ પણ ઠગાયુ, ચીને હલકી ગુણવત્તાવાળા માસ્ક પધરાવ્યા

કોરોનાના કપરા સમયમાં પણ ચીન દ્વારા દુનિયાના વિવિધ દેશોને કોરોના સામેની લડતમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પધારાવવામાં આવી રહી છે.

તાજેતરમાં સ્પેનની સરકારે ફરિયાદ કરી હતી કે, ચીને આપેલી કોરોના ટેસ્ટિંગ કિટ હલકી ગુણવત્તાવાળી છે અને યોગ્ય રિઝલ્ટ આપી રહી નથી.હવે નેધરલેન્ડ પણ ચીન દ્વારા ઠગાયુ છે. નેધરલેન્ડે ચીન પાસેથી માસ્ક મંગાવાયા હતા.

જોકે હવે નેધરલેન્ડે કહ્યુ છે કે, આ માસ્કનો ઉપયોગ નહી કરવામાં આવે. નેધરલેન્ડની સંખ્યાબંધ હોસ્પિટલોએ ચાઈનિઝ કંપનીઓએ બનાવેલા માસ્ક રિજેક્ટ કરી દીધા છે. ચીન પાસેથી નેધરલેન્ડે 6 લાખ માસ્ક ખીદયા હતા. જોકે માસ્કની ગુણવત્તા એટલી ખરાબ છે કે, હવે માસ્ક પાછા મોકલવાનુ નક્કી કરાયુ છે. માસ્કની આગળ લગાવવામાં આવેલુ ફિલ્ટર પણ યોગ્ય રીતે કામ કરી રહ્યુ નથી.

નેધરલેન્ડમાં કોરોનાના કારણે 630 લોકોના મોત થઈ ચુક્યા છે. હલકી ગુણવત્તાવાળા માસ્કે દેશની પરેશાની વધારી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.