સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલને તેમની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડેવિસ કપ ફાઇનલ્સ 2024માં નડાલને બોટિક વાન ડી જેડસ્ચુલ્પ સામે હારનો સામનો કરવો પડ્યો.
ટેનિસમાં એક યુગનો અંત થઈ ગયો છે. મંગળવારે (19 નવેમ્બર) ટેનિસના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે રિટાયરમેન્ટ લઈ લીધી છે. તેમણે મંગળવારે પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમી, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. નડાલે ઘરેલું મેદાન પર ડેવિસ કપના સિંગલ્સમાં પોતાની છેલ્લી મેચ રમી, જેમાં તેમણે સીધા સેટમાં 6-4, 6-4થી હાર મળી.
જણાવી દઈએ કે રાફેલ નડાલે ગયા મહિને ઓક્ટોબરમાં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ડેવિસ કપમાં આ તેમની છેલ્લી મેચ હશે. મંગળવારે રાફેલ નડાલ છેલ્લી વાર રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. સિંગલ્સમાં, નડાલની ટક્કર 80મા રેંકિંગવાલા બોટિક વાન ડી જેડસ્ચુલ્પ સાથે થઈ.
ડચ પ્લેયર બોટિકે આ મેચમાં શરૂઆતથી જ નડાલને સખત ટક્કર આપી. તેમણે પ્રથમ સેટમાં નડાલને 6-4ના માર્જીનથી હરાવ્યા. બીજા સેટમાં પણ બોટિકે 5-4થી આગાળ હતા, પરંતુ નડાલે વાપસી કરતા 4-3 સ્કોર કર્યો. પરંતુ તેઓ આ સેટ પણ જીતી શક્યા નહીં. બોટિકે બીજો સેટ પણ 6-4થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી.
રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક થયા રાફેલ નડાલ
ડેવિસ કપમાં પોતાની છેલ્લી મેચ રમતા પહેલા નડાલ ભાવુક જોવા મળ્યા હતા. રાષ્ટ્રગીત દરમિયાન રાફેલ નડાલ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ પણ છલકાયા હતા. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, નડાલ તેમની છેલ્લી મેચ જીતીને ચાહકોને ખુશી ન આપી શક્યા. હાર બાદ તેમના ચાહકોને બમણી નિરાશા થઈ.
નડાલે વીડિયો દ્વારા કરી હતી જાહેરાત
નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. આમાં તેમણે તેમના તાજેતરના સંઘર્ષ અને રમતને કારણે તેમના શરીર પર પડતી શારીરિક અસર વિશે વાત કરી હતી. નડાલે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી છેલ્લી ટૂર્નામેન્ટ ડેવિસ કપની ફાઈનલ હશે, જેમાં હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ. મારું માનવું છે કે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે મારી પ્રથમ જીતના આનંદ પછી, હું હવે ફૂલ સર્કલના છેલ્લા તબક્કામાં આવી ગયો છું. ડેવિસ કપની ફાઈનલ 2004માં થઈ હતી. હું મારી જાતને સુપર સુપર લકી માનું છું કે મેં આટલો બધો અનુભવ કર્યો છે.
4 વર્ષ પહેલા રોજર ફેડરર લઈ લીધી હતી નિવૃત્તિ
ચાર વર્ષ પહેલા સ્વિત્ઝર્લેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. નડાલ આ લિસ્ટમાં બીજા નંબર પર છે.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડીઓ
- 24 – નોવાક જોકોવિચ
- 22 – રાફેલ નડાલ
- 20 – રોજર ફેડરર
- 14 – પીટ સેમ્પ્રાસ
- 12 – રોય એમર્સન
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.