શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ સાતની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ જોષીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આ પ્રકારની ઘટના રાજ્ય માટે કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના દુઃખદ છે.ભાવનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ કહ્યું કે નેસવડ સ્કૂલમાંથી અસામાજિક તત્વોએ પ્રશ્નપત્રોની ચોરી કરી છે.અને અસામાજિક તત્વોનો બદઇરાદો હોય તેવું જાણવા મળી રહ્યુ છે.
ભાવનગર એસપીએ કહ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.અને પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે વિભાગે તાત્કાલિક નિર્ણય લઇને તમામ જિલ્લાને વાકેફ કર્યા છે. પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના ખૂબ દુઃખદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.