ઈ કોમર્સ પ્લેટફોર્મ પેટીએમ મોલે સ્પેશિયલ મહાશોપિંગ ફેસ્ટીવલની જાહેરાત કરી છે. જેની શરૂઆત 20 માર્ચથી કરવામાં આવી છે. આ મહાશોપિંગ ફેસ્ટીવલનું આયોજન 9 દિવસ સુધી કરવામાં આવ્યું છે.
સેલમાં ઈલેક્ટ્રોનિક આઈટમ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને રૂ. 3000 સુધીનું કેશબેક ઓફરનો લાભ આપવામાં આવશે. દરેક પ્રોડક્ટને નો-કોસ્ટ EMIથી ખરીદી શકાશે.
હોળીના રંગ સાથે મિઠાઈઓ પર છૂટછાટ – પેટીએમ મોલ, હોળીના તહેવારને અધિક યાદગાર બનાવવા માટે આગરાના પેઠા, રાજસ્થાનની ઘેવર, ચાંદની ચૌકના સોન હલવા સહિત દેશભરની મિઠાઈઓની વિશેષ ડિલીવરી પણ કરશે
પરિધાન અને સહાયક ઉપકરણ પર વિશેષ ડીલ્સ અને છૂટછાટની રજૂઆત કરી રહ્યા છે. સાથે કોટેજ એમ્પોરિયમ, કારીગર, અને મહિલા કારીગરો દ્વારા હસ્તનિર્મિત આભૂષણ, બનારસી અને કાંજીવરમ સાડી, કુર્તા અને વિભિન્ન રાજ્યોના પહેરવેશ સાથે સાથે ઘરને સુશોભિત કરતા ઉત્પાદનો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.