દીવ જતાં લોકો માટે ખાસ સમાચાર, દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ,ન્હાતા પકડાશો તો થશે FIR…

પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં ન્હાવા માટે પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પર્યાટકો બીચ પર હરી ફરી શકશે પરંતુ ન્હાવા કે દરિયામાં નહિ જઈ શકે.અને જેને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

ચોમાસાંની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટા મોજા આવતા હોવાથી માનવ જીવનને દરિયામાં જવાથી ખતરો વધી જાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આદેશ જાહેર કરી કલમ 144 લાગૂ કરી છે. આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.અને આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે FIR પણ દાખલ થઈ શકે છે. આમ તો કાયમી ધોરણે અહીંયા પોલીસનો બંદોબસ્ત જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.