ભરૂચ જિલ્લામાં દિવસે ને દિવસે નશાખોરી ની દુનિયા વિકસિત થઇ રહી હોય તેમ પહેલા વિદેશી શરાબ અને હવે ડ્રગ્સ ના જથ્થા ઝડપાઇ રહ્યા છે,નશનાઓ વેપલો કરતા તત્વોની કરતૂતો આખરે જેલ ના સળિયા પાછળ ધકેલવામાં પોલીસ વિભાગ ને પણ સફળતાઓ મળી રહી છે,તેમ છતાં કેટલાક તત્વો હમ નહિ સુધરેગે જેવી નીતિ અપનાવી ને હજુ પણ પોતામાં નાપાક ઈરાદા પાર પાડી રહ્યા છે અને યુવા ધન ને નશાની ચૂંગાલ તરફ ધકેલી રહ્યા છે તેવા તત્વો સામે હવે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ની ટીમોએ લાલઆંખ કરી છે,
ભરૂચ પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના સલમાન મુસ્તાક પટેલ નામના ઈસમ પાસેથી પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ ૯૯ ગ્રામ જેની કિંમત ૯,૯૦,૦૦૦ ની થાય છે જેને રેલવે સ્ટેશન ખાત્તે થી ઝડપી પાડી જથ્થો મંગાવનાર ઈસમ ઇમરાન શોકત ખીલજી નામના નિવૃત મહુર્મ પોલીસ કર્મીના પુત્ર ને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈઓ ફોન સહિત કુલ ૧૦,૧૦,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે ઝડલાયેલા બંને આરોપીઓ સલમાન અને ઇમરાન ભરૂચ બી ડીવીઝન પોલીસ મથક ના ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વધુ એક વાર ડ્રગ્સ મામલે પોલીસે તેઓની ધરપકડ કરી તેઓને જેલ ના સળિયા પાછળ ધકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ છે,
પોલીસ પકડ માં આવેલ બંને ઈસમો ભરૂચના રહેવાસી છે જેમાં સલમાન મુસ્તાક પટેલ ભરૂચ શહેરની નેશનલ પાર્ક સોસાયટીનો તેમજ ઇમરાન શોકત ખીલજી ભરૂચના કાળીતલાવડી વિસ્તારમાં આવેલ વસિલા સોસાયટીનો માં વસવાટ કરે છે જેઓ બંને ઈસમો ને પોલીસ ડ્રગ્સ માં જથ્થા સાથે ઝડપી પાડયા છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.