SPG બિલ રાજ્યસભામાં કરાયું રજૂ, પ્રિયંકા ગાંધીની સુરક્ષાને લઇ કોંગ્રેસ લાલઘૂમ

લોકસભામાં સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રૂપ (અમેંડમેંટ) બિલ, 2019ને પસાર કર્યા બાદ મંગળવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રાજ્યસભામાં પણ રજૂ કર્યું. આ બિલને લઇ રાજકીય ઘમાસણની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં કથિત રીતે સુરક્ષામાં છીડા મારવાને લઇ ભાજપ અને કોંગ્રેસ નેતાઓની વચ્ચે જુબાની જંગ ચાલુ છે. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જોરદાર કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું. વેણુગોપાલે તો એટલે સુધી કહ્યું કે એસપીજી સુરક્ષા હટાવીને મુખ્ય વિપક્ષી દળના ટોચના નેતાઓના જીવનને ખતરામાં નાંખી દીધું છે.

રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે આ મામલો માત્ર પ્રિયંકા, મારી દીકરી કે દીકરા, મારા કે ગાંધી પરિવારની સુરક્ષાનો નથી. આ અમારા નાગરિકો, ખાસ કરીને આપણા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને સુરક્ષિત મહેસૂસ કરાવવાનો છે. આખા દેશમાં સુરક્ષાની સાથે સમજૂતી કરાય રહી છે. છોકરીઓની સાથે છેડછાડ/દુષ્કર્મ થઇ રહ્યું છે, આપણે કેવા પ્રકારનો સમાજ બનાવી રહ્યા છે? દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી છે. જો આપણે આપણા દેશ અને ઘરમાં સુરક્ષિત નથી, રસ્તા પર સુરક્ષિત નથી, દિવસ કે રાતમાં સુરક્ષિત નથી તો આપણે કયાં અને કેવી રીતે સુરક્ષિત રહી શકીએ છીએ?

મોદી, શાહે કોંગ્રેસ નેતાઓના જીવનના ખતરામાં નાંખ્યું

તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં કથિત રીતે સુરક્ષામાં છીંડાના મુદ્દા પર પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે મંગળવારના રોજ દાવો કર્યો કે એસપીજી સુરક્ષા હટાવીને મુખ્ય વિપક્ષી દળના ટોચના નેતાઓના જીવનને ખતરામાં નાંખ્યું છે. પાર્ટીના સંગઠન મહાસચિવ વેણુગોપાલે ટ્વીટ કરી કહ્યું કે તુચ્છ રાજકીય લાભ માટે સરકારે કોઇના જીવનને ખતરામાં નાંખવું જોઇએ નહીં. પ્રિયંકા ગાંધીના આવાસ પર સુરક્ષામાં ચૂકથી એ વાત સાબિત થઇ કે SPG સુરક્ષા હટાવીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે આપણા નેતાઓના જીવનને ખતરામાં નાંખી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.