- રાજ્યસભામાં શિયાળુસત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એસપીજી સુરક્ષાને લઈને ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ એક્ટ માત્ર વડાપ્રધાનની વ્યક્તિગત સુરક્ષા જ નથી કરતો પણ અન્ય પાસાઓની પણ સુરક્ષા કરે છે. જેમ કે પત્રાચાર વગેરેનો સમાવેશ થાય છે.
શાહે કહ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે તો માત્ર ગાંધી પરિવાર જ નથી દેશમાં 130 કરોડ લોકો પણ છે જેની સુરક્ષાની જવાબદારી સરકારની છે. માત્ર એસપીજીને લઈને જ હઠ કેમ કરવામાં આવી રહી છે? ગાંધી પરિવાર માત્ર એસપીજી સુરક્ષા જ કેમ ઈચ્છે છે?
આજે ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એસપીજી સુરક્ષા બિલ રજુ કર્યું હતું. આ મામલે કોંગ્રેસના હોબાળો મચાવ્યો હતો. જેનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એસપીજી સીઆરપીએફ, બીએસએફ અને અન્ય અર્ધસૈનિક દળોના જવાનોની બનેલી છે, આ ત્રણેય ફોર્સના જવાનોમાં ગાંધી પરિવારના સભ્યોની સુરક્ષા કરી રહેલા સીઆરપીએફના જવાનો પણ હોય છે જે એસપીજીમાં કામ કરી કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.