સપના ચૌધરીએ ભાજપની ચૂંટણી સભામાં લોકોને પૂછ્યું કોને આપશો વોટ, જવાબ આવ્યો કેજરીવાલને

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દિલ્હીની ચૂંટણીમાં 70 બેઠકો પર ભાજપે 370 સાંસદોને લગાવ્યા છે. જેઓ ઝૂંપડપટ્ટીઓમાં ભાજપનો પ્રચાર કરી રહ્યો છે. મોદી અને શાહ માટે દિલ્હીની ચૂંટણીએ પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ભાજપના હોશ ઉડી જશે. આ ચૂંટણીએ મોદી અને શાહ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. કેજરીવાલની કારકીર્દી નક્કી કરતી આ ચૂંટણી જીતવા માટે જોરદાર રસાકસી ચાલી રહી છે.

હાલમાં ચૂંટણીનો પ્રચાર રસ્તાથી સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો રેલી અને સભાઓ યોજી રહ્યાં છે. હરિયાણાની મશહૂર સીંગર સપના ચૌધરી હાલમાં ભાજપ તરફી પ્રચાર કરી રહી છે. આ પ્રચારને લઇને સપનાં ઢોંડી વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીના ઉમેદવાર માટે વોટ માગવા માટે ગઈ હતી.

હાલમાં સોશિયલ મીડિયામાં સપના ચોધરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બીજેપીના નેતાઓ સાથે મંચ પર હાજર છે અને બીજેપીના ઉમેદવાર માટે વોટની માગ કરી રહી છે. એ સમયે સપના ચૌધરીએ સ્ટેજ પરથી દેશમાં ભાજપ એ નંબર વન પાર્ટી છે. બોલો હવે કોને વોટ આપશો તો ભીડમાંથી અવાજ આવ્યો કેજરીવાલને…. આ સાંભલી મંચ પર હાજર તમામના ચહેરા ઉતરી જાય છે. સપનાં ચૌધરી પણ હચમચી ગઈ હોવા છતાં તેણે ફરી એકવાર પ્રયાસ કરી ને કોને વોટ આપશો તો એટલા જ બમણા જોરથી કેજરીવાલને જવાબ આવતાં ભાજપમાં ભડકો થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડીયો વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.