કોવિડ મહામારીમાં ખુબજ અગત્યની એવી સેવાઓ ભાઇશ્રીની પ્રેરણાથી અને સાંદીપનિ સ્થિત શ્રીહરિ મંદિરના પ્રભુપ્રસાદ સ્વરૂપે આકાર લઈ રહી છે. એ અંગે ખુબજ સત્વરે કામ થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે માટે ભાઇશ્રી દિવસમાં પણ સતત ફોલોઅપ લેતા રહે છે. આ સેવાઓમાં મુખ્યત્વે ભાવસિંહજી (સિવિલ) હોસ્પિટલ ખાતે એક 20,000 લિટરની ક્ષમતાવાળી ટેન્ક કાયમી ધોરણે ઉપયોગી થાય તે હેતુથી પ્રસ્થાપિત કરવામાં આવશે .
ગત વર્ષે કોરોના મહામારીનાના લીધે લોકડાઉનના સમયમાં પણ ભાઇશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં તબક્કાનુસાર જરૂરિયાતમંદ લોકોને 30 થી 35 લાખ રકમની રાશનકીટનું શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ભાઇશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સંસ્થા દ્વારા આ બધી જ અગત્યની સેવાઓ મળીને કુલ 1 કરોડ જેટલી રકમની સાધન-સામગ્રી આ મહામારીના સમયમાં માનવસેવાના યજ્ઞમાં આહુતિ સ્વરૂપે આપવામાં આવશે. આમ પોરબંદર સ્થિત શ્રીહરિ મંદિરની કૃપા અને ભાઇશ્રીના પ્રયાસોથી પોરબંદર અને આસપાસના લોકો માટે ખુબજ રાહત રૂપ આ સેવાઓ બની રહેશે
તેઓ દ્વારા 1000 હ્યુમીડિફાયર વિથ ફ્લોમીટર (રેગુલેટર) અને 20 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર (જેમાં એકની કિંમત આશરે 60 થી 70 હજાર રૂપિયા છે) મંગાવવામાં આવ્યા છે. જે વહેલી તકે પોરબંદર આવી રહ્યા છે.
પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા ભાઇશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 20 કિ.ગ્રા. રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉં, ચોખા, મગદાળ, ખાંડ, તેલ, ચણા, ચા પત્તી, ધાણાજીરું, ચટણી, હળદર, રાય, જીરું અને નમક સહિતની વસ્તુઓની શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.