ટીમ ઈન્ડિયાએ દિલધડક ત્રીજી નિર્ણાયક વન ડેમાં, ઈંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને, શ્રેણી 2-1થી જીતી લીધી હતી

ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-1થી, ટી-20 શ્રેણી 3-2થી અને હવે વન ડે શ્રેણી 2-1થી જીતી લઇને ત્રણેય ફોર્મેટમાં શ્રેણી વિજયની હેટ્રિક નોંધાવી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપતા ભારતે પંતના 62 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 78 અને હાર્દિક પંડયાએ 44 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 64 રન અને બંને વચ્ચેની 11.4 ઓવરોમાં 99 રનની ભાગીદારી તેમજ ધવનના 56 બોલમાં 67 રનની મદદથી 48.2 ઓવરોમાં 329 રન કર્યા હતા.

330 રનના પડકાર સાથે ઉતરેલ ઈંગ્લેન્ડ સામે કરન કારકિર્દીની યાદગાર 95 રન અણનમ ઈનિંગને લીધે ભારતના હાથમાંથી અકલ્પનીય રીતે મેચ આંચકી લેવાની ઘણી નજીક પહોંચી ગયો હતો.

ઈંગ્લેન્ડે વિકેટો ગુમાવવા છતાં રન રેટ છની આસપાસ રાખ્યો હતો તે તેઓના ફાયદામાં રહ્યું હતું

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.