SRH vs KKR: સુપર ઓવરમાં હૈદરાબાદનો પરાજય, કોલકાત્તાનાં ફર્ગ્યુસનની કમાલ

IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનની અબુધાબી ખાતે રવિવારે રમાયેલી મેચ ભારે રોમાંચક રહી. કોલકાતા નાઈટ રાઈડર્સે જોરદાર મુકાબલા બાદ સુપર ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિજય નોંધાવ્યો હતો. નિર્ધારીત ઓવર્સમાં મેચ ટાઈ રહ્યા બાદ સુપર ઓવરમાં કોલકાતાએ શાનદાર વિજય નોંધાવ્યો હતો.

હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં કેપ્ટન ડેવિડ વોર્નરની લડાયક ઈનિંગ્સ છતાં હૈદારબાદ પણ 20 ઓવરમાં છ વિકેટે 163 રન જ નોંધાવી શક્યું હતું. જેના કારણે મેચ ટાઈ રહી હતી.

મેન ઓફ ધ મેચ લોકી ફર્ગ્યુસન

મેન ઓફ ધ મેચ લોકી ફર્ગ્યુસને શાનદાર પ્રદર્શન કર્યું . તેણે પ્રથમ નિયમિત મેચમાં પ્રથમ 3 વિકેટ ઝડપી હતી અને જોરદાર ફીલ્ડિંગ કરી. ત્યારબાદ ડેવિડ વોર્નર અને અબ્દુલ સામદ સુપર ઓવરમાં આઉટ કર્યા. જેનાથી કેકેઆરને માત્ર 3 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ રીતે મેચમાં લોકીએ કુલ 5 વિકેટ લીધી હતી.

ડેવિડ વોર્નરનો પ્રયાસ નિષ્ફળ ગયો

હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ખૂબ જ પ્રયત્ન કર્યો અને અંત સુધી રમ્યો. છેલ્લા બોલ પર જીતવા માટે હૈદરાબાદને 2 રનની જરૂર હતી પરંતુ વોર્નર ફક્ત આન્દ્રે રસેલનાં બોલ પર એક રન લઈ શક્યો અને મેચ સુપર ઓવરમાં ચાલી ગઈ. વોર્નરે 33 બોલની અણનમ ઇનિંગ્સમાં 5 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા.

તેમના ઉપરાંત જોની બેયરસ્ટોએ 36 અને અબ્દુલ સમાદે 23 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતાના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસને 3 વિકેટ લીધી હતી જ્યારે વરૂણ ચક્રવર્તી, શિવમ માવી અને પૈટ કમિન્સને 1-1 વિકેટ મળી હતી.

કોલકાતા સામે આઈપીએલ -13 ની 35મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની 4 વિકેટ 82 રનમાં પડી ગઈ 

હૈદરાબાદને ચોથો ફટકો 82૨ ના સ્કોર પર પડી જ્યારે ફર્ગ્યુસને મનીષ પાંડે (6) ને બોલ્ડ કર્યો. મનીષ આ લાંબી બોલ રમવા માંગતો હતો, પરંતુ તેને હરાવ્યું અને બોલ સીધો વિકેટમાં ગયો. ફર્ગ્યુસનની આ ત્રીજી વિકેટ હતી.

કાર્તિક અને મોર્ગનની અડધી સદીની ભાગીદારી

કેકેઆર તરફથી ઓપનર શુભમન ગિલે સૌથી વધુ 36 રન બનાવ્યા, જ્યારે છેલ્લા બોલ પર આઉટ થયેલા કેપ્ટન ઇઓન મોર્ગને 34 રનનું યોગદાન આપ્યું. મોર્નગ અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક (29 *) એ 5 મી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. કાર્તિક 14 બોલમાં 2 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી અણનમ પરત ફર્યો હતો, જ્યારે મોર્ગને 23 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.