શ્રીલંકાનાં નવા રાષ્ટ્રપતિએ ચીનને આપ્યો જોરદાર ઝાટકો, કહ્યું – ડરતો નથી…

શ્રીલંકાનાં નવા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ચીનને પોતાના હંબનટોટા બંદર સોંપવાને મોટી ભૂલ ગણાવી છે. શ્રીલંકાઈ રાષ્ટ્રપતિએ સાથે જ કહ્યું છે કે તેઓ આ કરાર પર ફરી વાતચીત કરશે. રણનીતિ તરીકે ઘણા જ મહત્વનાં હંબનટોટા બંદરથી દર વર્ષે હજારો જહાજ પસાર થાય છે. રાજપક્ષેએ સ્થાનિક સમાચારપત્ર એસએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી. ગોટાબાયાનાં ચૂંટણી મેનિફેસ્ટોમાં પણ હંબનટોટા બંદર પર નિયંત્રણ પાછું લેવાની વાત હતી.

ડીસેમ્બર 2017માં શ્રીલંકાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ ચીનનાં કરજાની જાળમાં ફસાઇને હંબનટોટા બંદર અને તેની આસપાસની 15000 એકર જમીન 99 વર્ષ માટે ચીનને સોંપી દીધી હતી. તે સમયે શ્રીલંકાની સરકારે પોતાના આ પગલાનો એ કહીને બચાવ કર્યો કે તેઓ બંદરને બચાવવા માટે ચીનનાં કરજને ચુકવી ના શકી આ કારણે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો.

ગોટાબાયાએ કહ્યું, “ભલે જ ચીન અમારો સારો દોસ્ત હોય અને અમારે વિકાસ કરવા માટે તેમની મદદની જરૂર છે, પરંતુ હું એ કહેવાથી ડરતો નથી કે આ ભૂલ હતી. હું ચીન સાથે જૂની ડીલ પર પુન:વિચાર કરવા અને વધારે સારા કરાર સાથે આવીને અમારી મદદ કરવાની અપીલ કરું છું. આજે લોકો આ કરારને લઇને સંતુષ્ટ નથી. અમે એક વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ માટે વિચારી શકીએ છીએ, પરંતુ અમારે ભવિષ્ય વિશે વિચારવાનું રહેશે કે આગળ શું થશે?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.