શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 7 ઘાયલ; સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓ દ્વારા ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા વધે તેવી શક્યતા છે. સ્થાનિક પોલીસે હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોન ફરવા માટે છૂટ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ થયા પછી પણ પથ્થરમારો અટકવાનું નામ નથી લેતો. 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં 300થી વધારે પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. જોકે સેના અને સરકાર તરફથી ખીણમાં સતત સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પહેલાં જમ્મુ-કાશ્મીરના અવંતીપુરમાં મંગળવારે સેનાની આતંકીઓ સાથે અથડામણ પણ થઈ હતી. તેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ લશકર-એ-તોઈબાના અબુ મુસ્લિમ તરીકે કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.