સરકાર 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ શરૂ કરશે, 1000 નવા રૂટ્સ ખોલવાનો વિચાર

નવી દિલ્હીઃ ભારતમાં 2024 સુધી 100 નવા એરપોર્ટનું સંચાલન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકારની યોજના પ્રમાણે, આર્થિક વિકાસના કામને આગળ વધારવા માટે આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સંખ્યા વધારીને ડબલ કરી છે. એવામાં દેશના નાના શહેરો અને ગામડાંઓને જોડવા માટે 1000 નવા હવાઇ રૂટ્સ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

બ્લ્યૂમર્ગના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા અઠવાડિયે થયેલી સરકારની બેઠકમાં 2025 સુધીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નવા એરપોર્ટ શરૂ કરવાની સાથે સાતે દરેક વર્ષે 600 નવા પાઇલોટ્સને સ્થાનિય સ્તરે શિક્ષણ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય 5 વર્ષોમાં વિમાની મથકની સંખ્યા ડબલ કરી 1200 સુધી પહોંચાડવા અંગે પણ વાત કરવામાં આવી હતી.

બેઠકમાં સરકારે આગામી 5 વર્ષમાં નવા એરપોર્ટ બનાવવા માટે 1 ટ્રિલિયન ડોલર (અંદાજે 71 લાખ કરોડ રૂપિયા)નો નિવેશ કરવાનો વાયદો કર્યો છે. મિટીંગમાં હાજર એક ઓફિસરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ચર્ચા દરમિયાન ભારતમાં એઇરક્રાફ્ટ ફાઇનાન્સિંગ બિઝનેસ શરૂ કરવા માટે જાણકારી માગવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અને ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સંખ્યા ડબલ કરવા માગે છે. જો કે, ભારતની એરપોર્ટ વધારવાની યોજના હજુ પણ ચીન કરતાં પાછળ છે. ચીને 2035 સુધીમાં 450 કમર્શિયલ એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.