સરકારની જાહેરાત- 80 કરોડ લોકો માટે 5 મહિનામાં 200 લાખ ટન અનાજની જરૂર પડશે, સરકાર પાસે છે આટલો સ્ટોક

કોરોનાના સંક્રમણ વચ્ચે ગરીબો ભૂખ્યા ના રહે તે માટે સરકારે નવેમ્બર મહિના સુધી પ્રધાન મંત્ર ગરીબ કલ્યાણ યોજનાના ભાગરુપે દેશના 80 કરોડ લોકોને પાંચ કિલો ઘઉં, અથવા ચોખા તેમજ એક કિલો ચણા આપવાની જાહેરાત કરી છે.

આ તમામ અનાજ સરકાર મફત આપવાની છે ત્યારે સવાલ એ છે કે, આ માટે સરકારને કેટલા અનાજની જરુર પડશે અને સરકાર પાસે તેનો કેટલો સ્ટોક છે.મળતી માહિતી પ્રમાણે સરકારે આ યોજના માટે પહેલેથી તૈયારીઓ કરી લીધો હોય તેમ લાગે છે.સરકારે આ વર્ષે ઘઉં, ચોખા અ્ને ચણાની રેકોર્ડ બ્રેક ખરીદી કરી છે.

સૌથી પહેલા ઘઉં, ચોખાની વાત કરીએ તો સરકારની જાહેરાત પ્રમાણે દર મહિને ચાલીસ લાખ ટન અને પાંચ મહિનામાં કુલ 200 લાખ ટન અનાજની જરુર પડશે.સરકારના ગોડાઉનોમાં હાલમાં 558 લાખ ટન ઘઉં અને 294 લાખ ટન ચોખા પડેલા છે.જુન મહિનામાં ઘઉંના સ્ટોકમાં વધારો અને ચોખાના સ્ટોકમાં થોડો ઘટાડો થયો છે.સપ્ટેમ્બરથી નવા ચોખાનુ ગોડાઉનોમાં આગમન થવા માંડશે.

સરકારની જાહેરાત પ્રમાણે લોકોને આપવા માટે આઠ લાખ ટન ચણાની જરુર પડશે.આ માટે સરકારે ખેડૂતો પાસે પહેલા જ 21 લાખ ટન ચણાની ખરીદી કરેલી છે.જે 3 મહિનાની જરૂરિયાત પૂરી કરશે.બાકીના બે મહિના માટે સરકારને વધારાની ખરીદી કરવી પડશે.

સરકાર આ યોજના પાછળ 90000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.