રાજ્યમાં ઓછો વરસાદ ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે આર્થિક નુકસાની થઈ હોવા છતાં ભાજપ સરકાર ખેડૂતોને લાંબા સમય સુધી સર્વેના નામે સહાય આપવામાં અતિ વિલંબ કર્યો છે, જેના કારણે ગુજરાતમાં જગતના તાત માટે જીવન જીવવુ મુશ્કેલ થઈ ગયું છ
રાજ્યના ૪૯ લાખ ખેડૂતોને ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનુ પુરતુ વળતર અને વિમા કંપનીમાં ભરેલ પ્રિમિયમ સામે નિયમ મુજબનું ૧૦૦ ટકા વળતરની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષના ધારાસભ્ય, ખેડૂત સંગઠન દ્વારા ખેડૂતોના વાસ્તવિક નુકસાની અંગે વારંવાર વ્યાપક રજુઆત છતાં રાજ્ય સરકાર સતત વિમા કંપનીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માંગતી હોય તેવી રીતે વિમા કંપનીના હિતની સતત તરફેણ કરી રહી છે. જેના કારણે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.