કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને સામાન્ય બજેટ સાથે ખુબ જ મોટી ભેટ મળી શકે છે. કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળી શકે છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાની વૃદ્ધિ કરી શકે છે. ત્યાં જ મોદી કેબિનેટ ખુબ લાંબા સમયથી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ન્યૂનતમ પગારમાં વૃદ્ધિની માંગમાં હામી પણ ભરી શકે છે. કર્મચારી ન્યૂનતમ પગારને 18,000 રૂપિયાથી વધારી 26,000 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે.
સરકાર જો ડીએમાં ચાર ટકાનાં વધારાને મંજૂરી આપે છે તો આથી કર્મચારીઓના પગારમાં 700 રૂપિયાથી લઇ 10,000 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. સેલેરીમાં આ વધારો પે-મેટ્રીક્સ અને પદના આધારે નક્કી થશે. મોંઘવારી ભથ્થું તાજેતરમાં 17 ટકા છે જો તેમા ચાર ટકાની વૃદ્ધિ કરવામાં આવે છે તો આ 21 ટકા થઇ જશે.
સરકાર વધેલી મોંઘવારીના આધારે મોંઘવારી ભથ્થું નક્કી કરે છે. ડીએમાં 4 ટકાની વૃદ્ધિ એટલા માટે પણ કરવામાં આવી શકે છે કારણ કે નવેમ્બર 2019નો ગ્રાહક ભાવ સૂચકાંકનો ડેટા આવી ગયો છે. જે વધીને 328 અંક પર પહોંચી ગયો છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે, ડીએમાં સરકાર 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. આ પહેલા ગત વર્ષે 9 ઓક્ટોબરે ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.