સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન તો આપવામાં આવી રહ્યું છે અને હવે તો સાથે સાથે દુધ પણ પીરસાય રહ્યું છે. પરંતુ એમા ગુણવત્તા કેવી હોય છે એ પ્રશ્ન મોટો છે. કારણ કે મહિનામાં કોઈ બે જગ્યાએથી તો એવા સમાચાર મળે જ કે કોઈ કૌભાંડ બહાર આવ્યું. હવે ક્યારે આ બધું ચોખ્ખું થાય એ જનતા જવાબ માંગી રહી છે.
ઉત્તરપ્રદેશથી એક ખુબ જ આઘાતજનક સમાચાર આવ્યા છે. કે જ્યાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને દુધ કરતાં વધારે પાણી પીરસાય છે. આ સમાચાર મિર્ઝાપુરની એક પ્રાથમિક શાળા યોજના અંતર્ગત ‘નમક-રોટી’ ફિયાસ્કો થયાના લગભગ 2 મહિના પછી જ આવ્યા છે.
સોનભદ્રમાં આ નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભેળસેળનું દૂધ આપવામાં આવી રહ્યું છે. 81 બાળકો માટે એક લિટર દૂધ આપતી આ શાળાનો વીડિયો ખરેખર હચમચાવનારો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.