આ ત્રણ શેર પર લગાવો દાવ,૨ -૩ અઠવાડિયામાં ૧૪% સુધી રિટનઁ સંભવ..

ગઈ કાલે ભારતીય શેરબજારમાં ઊથલપાથલ જોવા મળી હતી. જો બાદમાં સેન્સેક્સ પોતાનાં રેકોર્ડ હાઈથી ગબડીને બંધ થયો હતો. ગઈ કાલે એટલે કે ૨૮ મી સપ્ટેમ્બરના રોજ નિફટી ૧૭,૮૦૦નાં સ્તરથી નીચે ગયો હતો.

જયારે બેંક નિફટી ૩૮,૦૦૦નાં સ્તર પર બંધ રહ્યો હતો. ગઈ કાલે આઈટી,રિયલ્ટી અને બેન્કિંગ શેર દબાણમાં રહ્યાં હતાં. જયારે બજારને નેચરલ ગેસ શેરોનો સપોર્ટ મળ્યો હતો.

આ અઠવાડિયે બજારમાં વોલેટિલિટી જોવા મળશે. 18,000નું મનોવૈજ્ઞાનિક સ્તર તોડતા પહેલા આગામી અમુક ટ્રેડિંગ સેશન દરમિયાન Niftyમાં આપણને ઉપરના સ્તર પર કન્સોલિડેટ થતું જોઈ શકાય છે.

Jay Bharat Maruti | LTP: Rs 210.10 | આ શેરમાં સ્પષ્ટ રીતે અપટ્રેન્ડ જોઈ શકાય છે. આ શેરમાં 240 રૂપિયાના ટાર્ગેટ માટે 185 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવી જોઈએ.2-3 અઠવાડિયામાં આ શેર 14% સુધી રિટર્ન આપી શકે છે.

LIC Housing Finance | LTP: Rs 438.25 | આ સ્ટૉકમાં પણ અપટ્રેન્ડ નજરે પડી રહ્યો છે. આ શેરમાં 474 રૂપિયાના ટાર્ગેટ માટે 405 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરી શકાય છે. આગામી બેથી ત્રણ અઠવાડિયા દરમિયાન આ શેરમાં 8% જેટલી તેજી જોવા મળી શકે છે.

Bajaj Auto | LTP: Rs 3,908.70 | આ સ્ટૉકમાં સ્પષ્ટ રીતે અપટ્રેન્ડ નજરે પડી રહ્યો છે. આ શેર 4,186 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. આ માટે તમારે 3,700 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો. આ શેર આગામી બે-ત્રણ અઠવાડિયામાં 7% જેટલો વધી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.