યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્યમાં કંટ્રોલ રૂમ શરૂ, જાણો નંબર

યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને જેમાં ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત થતા 079-23251900 પર 2 દિવસમાં 72 ઈન્કવાયરી માહિતી વિદેશ મંત્રાલયને મોકલી અપાઇ છે.

ઉલ્લેખનિય છે કે યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ ચાલુ કર્યો છે. જેમાં 079-23251900 જાહેર કરવામાં આવ્યો છે. તેમાં બે દિવસમાં 72 જેટલી ઇન્કવાયરી કંટ્રોલરૂમને મળી છે. તથા જે પણ ફોન આવે તેમની માહિતી વિદેશ મંત્રાલયને મોકલી અપાઇ છે. યૂક્રેનમાં રશિયાના હુમલા બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે. આવી સ્થિતિમાં ભારતે ગુરુવારે યૂક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનો મોટો પ્રયાસ કર્યો હતો.અને જેમાં રાજદ્વારી પહેલ શરૂ કરી હતી. યૂક્રેનમાં રશિયન હુમલાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનેયૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા હતા. સાથે પીએમએ કહ્યું કે, ભારત પોતાના નાગરિકોના સુરક્ષિત બહાર નીકળવા અને પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ પહેલા પીએમ મોદીએ યૂક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યૂક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.અને વાસ્તવમાં, રશિયાના હુમલા બાદ યૂક્રેને તેની હવાઈ સરહદો બંધ કરી દીધી છે.

આવી સ્થિતિમાં ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાને CCSની બેઠકમાં કહ્યું કે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તથા હંગેરી ખાતેના ભારતીય રાજદૂતોને યૂક્રેનમાં તેમના મિશનમાંથી પાછા હટી જવા કહ્યું છે અને સરહદી વિસ્તારોમાં ટીમો મોકલો જેથી કરીને ભારતીયોને બહાર કાઢીને ભારત લાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.