ગુજરાતમાં ધો.૧થી૧૨માં ૭મી જુનથી સ્કૂલોનું શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે પરંતુ હાલ કોરોનાને લઈને સરકારે સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા કોઈ આયોજન કર્યુ નથી.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે નવુ શૈક્ષણિક સત્ર ૭મી જુનથી શરૂ થનાર છે. હાલ સરકારે રેગ્યુલર સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી નથી અને દિવાળી સુધી પ્રાથમિક સ્કૂલો તો ઓનલાઈન જ ચાલે તેવી સ્થિતિ છે.ધો.૧થી૧૨મા નવુ સત્ર શરૂ કરી દેવાશે પરંતુ હાલ ઓનલાઈન જ શિક્ષણકાર્ય થશે. હોમ લર્નિંગ અને સરકારની શૈક્ષણિક ટીવી ચેનલો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવાશે.આ વર્ષે એકમ કસોટી ઘર બેઠા જ થશે.
આ ઉપરાંત દર વર્ષે સરકાર દ્વારા થતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો આ વર્ષે પણ નહી યોજાય.રાજ્યમાં ધો.૧થી૧૨ની દસ હજારથી વધુ સ્કૂલોમાં એક કરોડથી વધુ બાળકો માટે હોમ લર્નિંગ હેઠળ ભણાવાનું શરૃ થતા સતત બીજા વર્ષે ફીનો પણ મોટો પ્રશ્ન ઉભો થશે.આ વર્ષે પણ સ્કૂલો જો અડધુ સત્ર બંધ રહે તો ફી ઘટાડવી પડે પરંતુ બીજી બાજુ એફઆરસી દ્વારા બે વર્ષથી ન રચાયેલુ ફી માળખુ આ વર્ષે જાહેર કરવામા આવી શકે છે. ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટેના ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ ફી કમિટીઓ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં ફી નિર્ધારણ માટેની પ્રક્રિયા પણ કરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.