રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ડામવા સ્ટેટે મોનિટરિંગ સેલની ટીમ સક્રિય બની છે. વધી રહેલા ગુના આચરનાર તત્વો સામે કડક હાથે કામગીરી હાથ ધરી છે અને જેંમાં ભાવનગરમાં વિવિધ વિકાસના ચાલી રહેલા કામોમાં માલસમાનમાં થઇ રહેલી ચોરીની ઘટનાને બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લેભાગું તત્વો સામે સકંજો કસ્યો છે.
ભાવનગરના આધોળાઇ ભાલ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મનોટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને જ્યા તેમના બાતમી મળી હતી કે આધોળાઇ ગામની સીમમાં આવેલી ગાયત્રી હોટલના સંચાલક ગીરિરાજ સિંહ ચૌહાણે પોતાની હોટલના ચોગાનની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા સસ્તા ભાવે ખરીદી બારોબારો વેચવાનો વ્યવસાય ચાલવી રહ્યા છે. જેના લઇ ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર દરોડા પાડી સમ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડામાં 8 લોકો સાથે દોઠ કરોડથી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકો અલંગથી લોખંડના સળિયા ભરી અમદાવાદ ખાલી કરવા જઇ રહ્યા હતા,ત્યાથી વળતી વેળાએ અલગ-અલગ ફેકટરીમાં પડેલા લોખંડના સળિયાની ચોરી કરતા જોવા મળ્યા હતા અને હાલ પોલીસે ચોરેલા સળિયા કયા કોને આપવામાં આવતા હતા તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.