આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં થયો હુમલો..!!

આમ આદમી પાર્ટી દ્વારા આજથી જ સંવેદના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી શરૂઆત કરવાની હતી ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મંદિરના પ્રાંગણમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ગોપાલ ઈટાલિયા પર સોમનાથનાં મંદિરનાં પ્રાંગણમાં થયેલ હુમલા સંદર્ભે આપનાં પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતું કે હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વ્યાપ વધી રહ્યો છે, તેની લોકપ્રિયતા સહન નહીં થતાં શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓથી ભટકી ને માત્ર સત્તામાં ટકી રહેવા માટે ભાજપનાં કાર્યકર્તાઓએ દ્નારા ગોપાલ ઈટાલિયા પર હુમલો કરવામાં આવ્યો છે.

પ્રવક્તા એ ભાજપની આ હલકી કક્ષાની રાજનીતિને વખોડી કાઢી છે.. આ હુમલામાં ગોપાલ ઈટાલિયા નો આબાદ બચાવ થયો છે. પણ આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા ને સામાન્ય ઈજા પહોંચી હતી. એટલું જ નહિં ઈશુદાન ગઢવી સામે પણ અપશબ્દો બોલાયા હોવાની વાત સામે આવી છે.અત્યારે આ ધટનાને લઇ વધુ એક વાર ગુજરાતનું રાજકારણમાં ગરમાવો આવી ગયો છે..

https://www.youtube.com/watch?v=yX3kB7G_9dE

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.