પરચેઝિંગ મેનેજસઁ ઈન્ડેકસ મેન્યુફેક્ચરિંગ સેકટરનાં આથિઁક સ્વાસ્થ્યને માપવાનું એક માપદંડ છે. તેનાં દ્નારા દેશની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
કોવિડ મહામારી ફાટી નીકળતાં અને વધતાં ખચઁને કરાણે માંગની અસર ને કરાણે ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ભારતનાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિમાં મંદી જોવા મળી હતી.
https://www.youtube.com/watch?v=QNET_vTPMiQ
મોસમી રીતે ગોઠવાયેલાં IHC માકઁટ્સ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજસઁ ઈન્ડેકસ ઓગસ્ટમાં ૫૨.૩ હતો. જુલાઈમાં ૫૫.૩ હતો. આ ઉત્પાદન પ્રવૃતિઓમાં મંદી સૂચવે છે.
PMIની ભાષામાં ૫૦થી ઉપરનો સ્કોર એટલે કે પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે, જયારે ૫૦થી ઓછો સ્કોર સંકોચનને દશાઁવે છે.
PMI સેવા ક્ષેત્ર સહિત ખાનગી ક્ષેત્રની ધણી પ્રવૃતિઓ પર આધારિત હોય છે. PMI ૫ મુખ્ય પરિબળો પર આધારીત હોય છે. આ પાંચ મુખ્ય પરિબળોમાં નવા ઓડઁર , ઇન્વેન્ટરી લેવલ, પ્રોડક્શન, સપ્લાય ડિલિવરી અને રોજગાર વાતાવરણનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.