સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધુ એક સિદ્ધી, આ મામલે અમેરિકાનાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પછાડી દીધું

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવસીઓની સંખ્યા અમેરિકાના 133 વર્ષ જુનાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નિહાળવા આવતાં પ્રવાસીઓ કરતાં દોઢ ગણી થઇ ગઇ છે. ગુજરાત સરકારે રજૂ કરેલાં આંકડા મુજબ સરદાર પટેલની પ્રતિમા જોવા દરરોજના 15,036 લોકો આવે છે. જ્યારે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા રોજના 10 હજાર લોકો આવતા હોવાનો અંદાજ છે. નવેમ્બરના પ્રારંભમાં જ ગત વર્ષ કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે. શનિ-રવિની રજામાં મુલાકાતીઓનો ધસારો 25 હજારે પહોંચે છે. વિઝિટર્સ ફી દ્વારા સરકારને અત્યાર સુધી રૂપિયા 85 કરોડની આવક થઇ છે.

31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષમાં 29,94,767 પ્રવાસીઓ નોંધાતા 88,49,14,198 રૂપિયાની આવક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઇ છે. પહેલા જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને આટલી મોટી આવકે દેશની તમામ વર્ષો જૂનાં પ્રસિદ્ધ સ્મારકોને પાછળ પાડી દીધા છે. વિશ્વની અજાયબીમાં ગણાતા પ્રેમના પ્રતીક એવા તાજમહાલને પણ વાર્ષિક અવાકમાં પાછળ છોડી દીધો છે. એક સર્વે પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાર્ષિક આવક સૌથી વધુ જોવા મળી છે. આ સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધુ નોંધાઈ છે. તાજ મહેલની આવક 56 કરોડ જ્યારે સ્ટેચ્યુની આવક 63 કરોડ થઈ છે.તો એક વર્ષમાં સ્ટેચ્યુ ખાતે 24 લાખ મુલાકાતીઓ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.