‘સરદાર સ્ટેચ્યૂની 6,500 પેનલ રેડિયો ફ્રીકવન્સી IDથી સજ્જ, જેથી બધી ડીટેલ સચવાયેલી રહે’
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી જ નહીં પણ સૌથી ઝડપથી બનેલી પ્રતિમા પણ છે. સ્ટેચ્યુનું નિર્માણ કરનાર એલએન્ડટી કંપનીના સીઇઓ અને એમડી એસએન સુબ્રમણ્યમે વિશેષ મુલાકાતમાં સ્ટેચ્યુના નિર્માણમાં આવેલા પડકારો વિશે વાત કરી હતી. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીત.
સવાલ: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનો વિચાર કેવી રીતે આવ્યો?
સુબ્રમણ્યમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું અદ્વિતીય સ્મારક બનાવવામાં આવે. સરદાર પટેલને આધુનિક ભારતના ઘડવૈયા પણ માનવામાં આવે છે, જેમણે સ્વતંત્રતા બાદ અખંડ ભારતનું નિર્માણ કર્યું. કેવડિયા ખાતે સાધુ બેટ પર 182 મીટર (597 ફૂટ) ઊંચી સરદાર પટેલની પ્રતિમા એ વડાપ્રધાન મોદીનું સાકાર થયેલું સ્વપ્ન છે. માત્ર 33 મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો એલએન્ડટીને આનંદ છે.
સવાલ: વિશ્વના આ પ્રકારના અન્ય સ્ટેચ્યૂની તુલનામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી કેવી રીતે અલગ પડે છે?
સુબ્રમણ્યમ: વર્તમાન સમયના મોટાભાગના ઊંચા બાંધકામ ચીન-જાપાનમાં થયા છે. ચીનના સ્પ્રિંગ ટેમ્પલ ઑફ બુદ્ધા (153 મીટર), મ્યાનમારના સ્ટેચ્યૂ ઑફ લેક્યુન સેતક્યાર (116 મીટર), જાપાનના સ્ટેચ્યુ ઑફ ઉશીકુ દાઇબુત્સુ (110 મીટર)નું નિર્માણકાર્ય 10 વર્ષ કરતા વધારે સમય ચાલ્યું હતું. ભારતમાં L&Tએ રેકોર્ડબ્રેક સમયમાં પૂરું કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.