દિવાળી પહેલાં ધો.1 થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાશે.- શિક્ષણમંત્રી..

રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખોડલધામના દર્શન કરીને આશિર્વાદ લીધા હતા.તેમણે કહ્યું હતું કે, ધો.૧ થી ૫નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તૈયારી થઈ રહી છે.

દિવાળી પહેલાં પ્રાથમિક શાળાઓ શરુ થઈ જશે. જો કે, ફી માળખા અંગેનાં સવાલમાં તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.

https://www.youtube.com/watch?v=M6iHjkV5IkY

આ તકે તેમણે કહ્યું હતું કે, ૨૫ ઓકટોબરે શિક્ષણ વિભાગ ખાદી દિવસની ઉજવણી કરશે અને આ દિવસે શિક્ષકો, કર્મચારી, અધિકારીઓ સહિત તમામ લોકો ખાદીનાં કપડાં પહેરી કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.