દેશમાં જીવલેણ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે સીબીએસઇ બોર્ડે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સીબીએસઇના દસમાં ધોરણની બાકી પરીક્ષા હવે યોજાશે નહીં. માત્ર દિલ્હીના નોર્થ ઇસ્ટ દિલ્હીમાં તણાવને કારણે રદ્દ કરવામાં આવેલ પરીક્ષા જ બીજીવાર લેવામાં આવશે.
ધોરણ 12ના બાકી 12 વિષયમાં માત્ર મહત્ત્વપૂર્ણ વિષયની જ પરીક્ષા લેવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય પરિસ્થિતિ થતા જ પેપર ચેકિંગનું કામ શરૂ કરવામાં આવશે. સીબીએસઇ અનુસાર, પેપર તપાસવામાં અને પરિણામ જાહેર કરવામાં ઓછામાં ઓછા અઢી મહિના લાગશે.
બાળકોના તણાવને જોઇને સીબીએસઇ સચિવે કહ્યુ છે કે, ‘શિક્ષક અને વિદ્યાથીઓ માટે ઑનલાઇન શિક્ષણ નવી વ્યવસ્થા છે. એવામાં તણાવ તો આવશે જ. પરંતુ સીબીએસઇ શિક્ષકોને ઑનલાઇન શિક્ષણ દરમિયાન સર્જનાત્મકતા વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. જેથી બાળકો ડિપ્રેશનથી દૂર રહે અને વાલીઓ પણ ઘરે બાળકોના ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે.’
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા બોર્ડ પરીક્ષાઓના પેપર તપાસવા માટે કહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે રાજ્યના બોર્ડ પેપર ચેકિંગ શરૂ કરે અને આ સાથે જ તમામ રાજ્ય સીબીએસઇને પણ પેપર ચેકિંગ માટેની વ્યવસ્થા આપે. જેથી ઝડપી પરીક્ષાના પરિણામ જાહેર કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.