દિલ્હી સિવાય તમામ રાજ્યોએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાલેવાનું સૂચન કર્યું છે. રવિવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અને બાળકોની મુશ્કેલીઓને જલ્દી ખતમ કરશે.
પીએમ મોદીના આદેશ પર રવિવારે મળેવી બેઠકમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી સહિત રાજ્યોના શિક્ષા સચિવ અને સીબીએસઈ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમા પરીક્ષાના વિકલ્પોને લઈને અનેક મત જોવા મળ્યા, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને રાજ્યોની સાથે કરાયેલી બેઠકમાં લાંબી ચર્ચા થઈ જેમાં પરીક્ષાનો સમય ત્રણ કલાકને બદલે દોઢ કલાકકનો કરવાની વાત કરાઈ છે.
શિક્ષામંત્રીએ કહ્યું કે દરેક રાજ્યો સાથે આ માટે 25 મેના રોજ ફરી બેઠક કરાશે. માનવામાં આવી રહ્યું છે રાજ્યોના સૂચન આવ્યા બાદ એક રિપોર્ટ પીએમ સામે રખાશે. તેના આધારે સુવિધાઓને પણ જોવામાં આવશે અને પછી દરેક રાજ્યોને વિકલ્પ પસંદ કરવાની છૂટ અપાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.