બિહારના ભોજપુરી માં એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેને જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે. સાવકી માતાએ અને સગા પિતાએ પોતાની પુત્રીની કરપિણ હત્યા કરીને લાશ સગેવગે કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ, મૃતકના મામા નો આરોપ છે, કે છોકરીને લગ્નનો ખર્ચ ન કરવો પડે તે માટે તેના સગા પિતા અને સાવકીએ તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં પુરાવાનો નાશ કરવા માટે તેમને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો.
મૃતકના મામાને જણાવ્યા પ્રમાણે સગીરા ગુમ થયા અને હત્યા કરવાની આશંકાને લઈ તેને નવાદા પોલીસ સ્ટેશનમાં સાવકી માતા શાંતિ દેવી અને પિતા સોની રાય અને સગીરાની કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. મૃતક સગીરાને એક પણ ભાઇ બહેન ન હતાં.
https://www.youtube.com/watch?v=2liY2Rmeh5U
હાલ પોલીસે મૃતકનાં મામાનાં આરોપોને ધ્યાનમાજ લઈને સગીરાની સાવકી માતાની ધરપકડ કરી છે જયારે પિતા ફરાર છે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.