રાજ્યમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી 21 ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.
જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 219 બેઠકો પર ભાજપ (BJP) બિનહરીફ તરીકે વિજેતા થયુ છે.
ત્યારે કૉંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા અત્યાર સુધી ભાજપની 219 બેઠકો બિનહરીફ બની છે.
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણી પહેલા જ લહેરાયો છે. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે.
જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 91 હજાર 700થી વધુ EVM સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.