રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં બીજેપીએ 6 મહાનગરપાલિકાઓ, અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં શાનદાર પ્રદર્શન કરી બહુમત સાથે જીત મેળવી છે.બીજેપીમાં મનોમંથન શરૂ થઈ રહ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સોમવારે પારલામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યની 6 મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતતેમજનગરપાલિકાના પ્રમુખો અંગે પણ નિર્ણય કરવામાં આવશે.
મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો હાજર રહેશે. આ બેઠકમાં મેયર સહિતના તમામ પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે
મેયર પદ એસસી માટે રિઝર્વ હોવાથી ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને અન્ય નેતાઓમાં સમીકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે. ચર્ચા છે કે, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે જનરલ કોર્પોરેટરને સ્થાન અપાય તેવી શક્યતા છે
અમદાવાદમાં મેયર પદ માટે વાસણાથી હિમાંશુ વાળા, ઠક્કર નગરથી કિરીટ પરમાર અને જોધપુર વોર્ડથી અરવિંદ પરમારના નામ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, હિમાંશુ વાળા પ્રથમ ટર્મ, કિરીટ પરમાર 3 ટર્મ અને અરવિંદ પટેલ 2 ટર્મ કોર્પોરેટર બન્યા છે. તો રાજકોટમાં ડો.અલ્પેશ મોજરીયાનું નામ ચર્ચામાં છે. આ બાજુ વડોદરામાં ડો.હિતેશ પટેલ, મનોજ પટેલ, કેતન પટેલ, ક્યુર રોકડીયા અને પરાક્રમસિંહ જાડેજાનું નામ રેસમાં છે. તો સુરતમાં દર્શીની કોઠિયા અને હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં છે.
જ્યારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષ નેતા અને દંડક પદે સરસપુર વોર્ડથી ભાસ્કર ભટ્ટ, થલતેજથી હિતેશ બારોટ અને પાલડીથી પ્રીતેશ મહેતા અને જૈનિક વકીલ, ઘટલોડિયાથી જતીન પટેલ અને ખોખરથી કમલેશ પટેલના નામ ચર્ચામાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.