ભારત તરફથી પી.કે. સક્સેનાની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જળ આયોગ, જળ વિદ્યુત અને ઉર્જા નિગમના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકમાં સિંધુ નદીના જળની વહેંચણી, યોજનાઓ અને બંધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
સિંધુ જળ આયોગની છેલ્લી બેઠક લાહોરમાં ઓગસ્ટ 2018માં થઇ હતી. ગત મહિને ભારત અને પાકિસ્તાનનની સેનાએ 2003માં થયેલી સીઝફાયર કરારને ફરીથી લાગૂ કરવામાં સહમતિ દર્શાવી છે. ત્યારબાદ બન્ને દેશોમાં સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને ત્યાના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા તરફથી ભારત સાથે શાંતિ વાર્તાની અપીલ બાદ આ મહિનાના અંતમાં બન્ને દેશોના વિદેશ મંત્રી આમને સામને હશે.
સરકારના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે આપવામાં આવેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદનો પોઝિટિવ છે અને ભારત સરકાર તેનું સ્વાગત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.