સ્ટોક માર્કેટ કકડભૂસ! રોકાણકારોના એક જ દિવસમાં 900000 કરોડ ડૂબ્યા…

ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકો – સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકો – સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ 4 ટકા સુધી તૂટ્યા હતા. સેન્સેક્સના ટોચના 30માં માત્ર 1 સ્ટોક જ ગ્રીન કલરમાં રહ્યો હતો. રોકાણકારોને રૂ. 9 લાખ કરોડનું નુકસાન થયું છે. ચાલો જાણીએ કે ભારતીય શેરબજાર ક્યા કારણોસર તૂટ્યું છે

ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 930 પોઈન્ટ અને નિફ્ટી 303 પોઈન્ટ ગગડીને બંધ થયા છે. ઘણા શેરોમાં 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ટોપ 30માં માત્ર ICICI બેન્ક, નેસ્લે ઈન્ડિયા અને ઈન્ફોસિસે નજીવી વૃદ્ધિ દર્શાવી હતી. બાકીની 27 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં આજના ઘટાડાથી રોકાણકારોની રૂ.9 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું હતું. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં 4 ટકા સુધીનો ઘટાડો થયો છે. ચાલો જાણીએ ભારતીય બજારમાં આ સુનામીનું કારણ શું છે.

કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો

ભારતીય બજાર અને ઘણી કંપનીઓના વેલ્યુએશન ખૂબ ઊંચા છે. પરંતુ ઘણી કંપનીઓના પરિણામો તેમના મૂલ્યાંકનને યોગ્ય ઠેરવતા નથી. બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંક તેના ઉદાહરણ છે. ત્રિમાસિક પરિણામો બાદ આ તમામના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામોથી પણ રોકાણકારો ખુશ ન હતા.

વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં FPIsએ ભારતીય ઇક્વિટીમાંથી રેકોર્ડ રૂ. 82,479 કરોડ ઉપાડ્યા છે. અગાઉ માર્ચ 2020 માં કોવિડ -19 રોગચાળા દરમિયાન FPIs એ 65,816 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા. જોકે આ નુકસાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ખરીદી દ્વારા સરભર કરવામાં આવી રહ્યું છે, તે હજુ પણ અપૂરતું લાગે છે.

ભારતીય બજારનું ઊંચું મૂલ્યાંકન

ભારતીય શેરબજારનું વેલ્યુએશન પણ ઘણું ઊંચું છે. આ જ કારણ છે કે વિદેશી રોકાણકારો ચીન અને હોંગકોંગ જેવા બજારો તરફ વળ્યા છે જે પ્રમાણમાં સસ્તા છે. ચીનની સરકારે નાણાકીય પ્રોત્સાહન પેકેજ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત ત્યાંની કેંન્દ્રીય બેંકે પણ નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ કારણે ચીનનું શેરબજાર રોકાણ માટે વધુ આકર્ષક બની રહ્યું છે. સાથે જ ભારતીય બજાર પણ ડગમગતું જોવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.