વંદે ભારત એક્સપ્રેસ ઉપર ફરી થયો પથ્થરમારો! ટ્રેનને બોલપુર સ્ટેશને રોકવી પડી

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયાના સમાચાર નથી અને મળતા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પથ્થરમારાના કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરીએ પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસના કોચ C3 અને C6ના કાચને નુકસાન થયું હતું. દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તાર પાસે ટ્રેન ન્યૂ જલપાઈગુડી તરફ આગળ વધી રહી હતી ત્યારે બારીઓ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. આ પહેલા વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના તેના ઉદ્ઘાટનના બીજા જ દિવસે પ્રકાશમાં આવી હતી. હાવડા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસમાં માલદાના કુમારગંજ સ્ટેશન પાસે આ ઘટના બની હતી અને પથ્થરમારામાં વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર-13ની બારીના કાચમાં તિરાડ પડી હતી.

PMએ 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં 30 ડિસેમ્બર, 2022 ના રોજ હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી હતી. ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશની આઝાદીના ‘અમૃત મહોત્સવ’માં દેશે 475 ‘વંદે ભારત ટ્રેન’ શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો અને આજે આમાંથી એક ‘વંદે ભારત’ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતું શરૂ થયું છે.

અગાઉ પણ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ બની છે જેમાં
આ પહેલા પણ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. 15 ડિસેમ્બર 2022 ના રોજ, છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. જોકે મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું. દુર્ગ અને ભિલાઈ સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી અને આ ઘટનાના ચાર દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર-બિલાસપુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ પહેલા પણ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. 15 ડિસેમ્બર 2022 ના રોજ, છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.