પાકિસ્તાનના સ્ટાર બોલર મહોમ્મદ આમિરે માત્ર 28 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. પાકિસ્તાનના આ લેફટી પેસ બોલરે પાક ક્રિકેટ બોર્ડ પર ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા છે.આમીરનુ કહેવુ છે કે, હાલના કોન્ટ્રાક્ટમાં હું પાકિસ્તાન વતી રમી શકું તેમ નથી.એક વખત હું પાકિસ્તાન પહોંચીશ પછી ક્રિકેટ છોડવાના કારણો પર એક લાંબુ નિવેદન જાહેર કરીશ.
ઉલ્લેખનીય છે કે, આમીર પર 2010માં મેચ ફ્કિસિંગનો આરોપ લાગ્યો હતો અને તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જોકે બેન પછી તેણે શાનદાર વાપસી કરી હતી અને પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતાડવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો.
જોકે આમીરની અચાનક નિવૃત્તિની જાહેરાતે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે.આમીર પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વન ડે અને 50 ટી 20 મેચ રમ્યો છે.કુલ મળીને તેણે 258 વિકેટ લીધી છે.આમીરની બોલિંગ સામે અન્ય ટીમોના ટોચના બેટસમેનોને રમવામાં તકલીફ પડતી હતી તે હકીકત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.