અમદાવાદીઓ માટે આફત બની રહ્યાં રખડતાં ઢોર , હવે વાડા બનાવવાની યોજના

અમદાવાદ (AHMEDABAD) શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરની (STRAY CATTLE) સમસ્યા વધારે જ રસ્તા પરથી પગપાળા પસાર થનાર કે ટુ-વ્હીલર (TWO WHEELER) લઇને પસાર થનારા શહેરીજનો (CITIZENS) કયારે રખડતાં ઢોરની અડફેટમાં ચડી જાય તે કહેવું મુશ્કેલ છે.

આવી ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. જે મારા ઘરમાં ધોની અપમાન કોઈનું કોઈ ઘાયલ થયું હોય છે એટલું જ નહિ રખડતા ઢોરના કારણે રસ્તાઓ માં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ની સમસ્યા પણ સામાન્ય બની રહી છે. આ મામલે ખુદ હાઇકોર્ટ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો.જે બાદ રહી રહીને અમદાવાદ કોર્પોરેશન જાગી હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં અમદાવાદ શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરવા માટે વર્ષોથી વાતો થઇ રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એવામાં અમદાવાદ શહેરના ઢોર મુક્ત કરવા માટે AMC ખાસ પ્લાન બનાવી રહ્યું છે.

ઢોરને લઈને કોર્પોરેશનને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે સરકારને પણ રજૂઆત કરવામાં આવશે. આટલું જ નહીં , ગાય , ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજુઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશ્નર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.