ભારતીય પોલીસ કેડરનાં ગુજરાત કેડરનાં અધિકારી રાકેશ અસ્થાનાએ દિલ્હી હાઈકોર્ટેમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેમના સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસનાં વડા તરીકે તેમની નિમણૂંકને પડકાર તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે.
સોગંદનામામાં કહેવામાં આવ્યુજ છે કે કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનનામનાં બે સંગઠન છે, જે વ્યવસાયિક ધોરણે જનહિત અરજી કરનારા છે અને જાહેર સેવાનાં એકમાત્ર સ્વરુપ ફકત કેસ કરવા માટે જ તે અસ્તિત્વ ધરાવે છે.
આ સોગંદનામું મારી સામે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવ્યું છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે આસ્થાને દિલ્હી પોલીસના વડા બનાવવાનો ગૃહ મંત્રાલયનો ૨૪ જુલાઈનો આદેશ રદ કરવામાં આવે.
https://www.youtube.com/watch?v=8ILXdJldq70
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.