સુરતમાં માથાભારે પુત્રવધુએ લાતો મારીને સાસરાની પાંસળીઓ ભાંગી નાખી.

સુરતમાં એક પુત્રવધુએ લાતો મારીને સસરાની છાતીની પાંસળી તોડી નાંખી હોવાનો મામલો સામે આવ્યો છે અને માથાભારે પુત્રવધુએ સસરાની હાલત એટલી કફોડી કરી નાંખી તેમણે નાછૂટકે દીકરાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લાના વીરભદ્ર હાઈટ્સમાં રહેતા શાહ દંપતિ વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાન કરાવવા માટે સાસુ-સસરા ગયા હતા. ત્યારે સાસુ-સસરા સાથે પણ પુત્રવધુ ઝઘડી પડી હતી અને ગુસ્સામાં આવીને પુત્રવધુએ સસરાને ધક્કો મારી જમીન પર પછાડી છાતીના ભાગે લાતો મારી હતી, જેના લીધે સસરાને છાતીની પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને જ્યારે સાસુને મૂઢમાર વાગ્યો હતો. પોલીસ સસરાની ફરિયાદને આધારે પુત્રવધુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના ઉમરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ફરિયાદ અનુસાર રૂંઢ મગદલ્લા વીરભદ્ર હાઈટ્સમાં રહેતા મહેશચંદ્ર બાબુલાલ શાહ (ઉં.વ. 68) ગઈ તા. 15 એપ્રિલના રોજ પુત્ર કેયુર અને પુત્રવધુ લજ્જા વચ્ચે ચાલતા ઝઘડાના સમાધાન માટે વચ્ચે પડ્યા હતા. ઝઘડો ચાલતો હતો ત્યારે સસરાએ બંનેને શાંત કરાવવા પ્રયાસ કર્યા હતા.

પરંતુ ત્યારે લજ્જા વધુ ગુસ્સામાં આવી ગઈ હતી અને સસરા સાથે જ બાખડી પડી હતી. લજ્જાએ સસરા સાથે ઝપાઝપી કરી તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ત્યાર બાદ છાતીના ભાગે લાતો મારી પાંસળી તોડી નાંખી હતી અને પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, બીજી તરફ સસરાને બચાવવા વચ્ચે પડેલા સાસુને નખો મારવા સાથે મૂઢ માર માર્યો હતો. સાસુને પણ ઈજાઓ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.