અમદાવાદ શહેરમાં અક્સમાતમાં વિદ્યાર્થીનીનું મોત થયુ છે. જેમાં SG હાઈવે પર ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયુ છે અને તેમાં ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. તથા ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયુ છે અને જેમાં ઝાયડસ બ્રિજ પર બનાવ બન્યો છે તેમાં ડમ્પર ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો છે અને ઉલ્લેખનીય છે કે એક્ટિવા સવાર નિકિતા પંચાલનું ઘટના સ્થળે મોત થતા ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે અને ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી.
વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ વિશેની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.