શું ગુજરાતની ભાજપ સરકાર ભરતીઓના કૌભાંડ કરવામાં માહીર છે? આ શબ્દો છે બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થતાં રોષે ભરાયેલા પરીક્ષાર્થીના. રોજગારી આપવાને બહાને રાજ્ય સરકારે છેલ્લા 1 વર્ષમાં આ પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પેપરો લીક થવા એ તો જાણે ફેશન જ બની ગઈ હોય તેમ પરીક્ષાર્થી પિસાઈ રહ્યા છે. ગઈ કાલે જ એકાએક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કહી દીધુ કે આ બિન સચિવાલયની પરીક્ષા નહીં લેવાઈ ને રાજ્યના લાખો ઉમેદવારો રઝડી પડ્યા
- 12મું ધોરણ ભણેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે
- અગાઉ 5 પરીક્ષા કેન્સલ થઈ હતા
- ખુદ GSSSBના અધ્યક્ષ અસિત વોરા છે અજાણ
- વિદ્યાર્થીઓનું શુ?
રોજગારી આપવાના બહાને ઉલ્લુ બનાવી રહી છે ગુજરાત સરકાર. જાણે રમતા રમતા અચાનક જ કહે તે જાવ હવે અમે નથી રમતા. પણ એ તો રમતમાં ચાલે જ્યારે છેલ્લા એક વર્ષથી તનતોડ મહેનત કરી રહેલા ગુજરાતના યુવાનોની જીંદગી કંઈ રમત છે? આમ સામે પરિક્ષા હોય અને હવે સરકાર કહે કે પરીક્ષા રદ્દ ત્યારે વિદ્યાર્થીઓની શું હાલત થાય? એ વીશે સરકાર સભાન થે કે પછી ઉત્સવો અને મેળાઓમાં તેમજ મહેમાનોના સ્વાગત સિવાય કંઈ બીજુ કામ જ નથી? હવે શિક્ષણ મર્યાદા 12 ધોરણથી વધારીને સ્નાતક કરાશે. એટલે 12મું ધોરણ ભણેલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અને રદ્દ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.. વિદ્યાર્થીઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને સરકાર સામે રોષ વ્યાકત કર્યો છે. પરીક્ષા રદ્દ થવા પર વિદ્યાર્થીઓને કેવા પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની આપવીતી પણ સાંભળવી જરૂરી છે.
કેમ રદ્દ કરાઈ પરીક્ષા
બિન સચિવાલય, ક્લાર્ક સહિતની પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં હવે શૈક્ષણિક લાયકાત વધારી અને ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ ધોરણ-12 પાસ પર પરીક્ષા હતી હવે 12 પાસના સ્થાને સ્નાતકની શૈક્ષણિક મર્યાદા નક્કી કરાશે. નવી પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. અને દિવાળી બાદ નવી તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.
ગામડાના વિદ્યાર્થીઓની વ્યથા
પરીક્ષાઓ રદ્દ થવાને કારણે ગામડાના વિદ્યાર્થીઓને સૌથી વધુ નુકસાન થયુ છે. સરકારી નોકરી મેળવવા માટે તનતોડ તૈયારી કરી રહેલું યુવાધન ખરેખર આ વખતે ખુબ રોષે ભરાયુ છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે આ શું રમત માંડી છે? હવે અમારે ફરીથી આખુ વર્ષ ગાંધીનગર બેસી રહેવાનું? ગામડા ગામથી દૂર શહેરમાં આવીન ખાસ કોંચિંગ ક્લાસ કે લાયબ્રેરીમાં સતત અભ્યાસ બાદ સરકાર પરીક્ષા જ રદ્દ કરી દે આ તે કેવી વાત?
ગરીબ પરિવારે તો પાછુ એક વર્ષ તાણમાં જીવવુ પડશે
કેટલાક ગરીબ પરિવારના સંતાનો પરિવારની આર્થિક સંકડામણમાં પણ કટકે કટકે બચાવેલા પૈસામાંથી સમય અને નાણા બેઉ રોકીને સરકારી પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે એવામાં આ ગરીબ પરિવાર વિશે પણ સરકાર કાંઈ વિચારી રહી હોય એવું તો છેલ્લી પાંચ પરીક્ષાઓથી નથી લાગતુ.
મજાક કરી રહી છે ગુજરાત સરકાર
ગુજરાત સરકાર પાંચ પરિક્ષાઓ કેન્સર કરી ચુકી છે. આ શું મજાક છે. LRD, AMC, TAT જેવી પાંચ પરીક્ષાઓ સરકાર રદ્દ કરી ચુકી છે. ત્યારે પરીક્ષાર્થીઓ સાથે જાણે મજાક માંડી હોય તેવો ઘાટ ઘડાયો છે. હવે 12 ધોરણ સુધીની શિક્ષણ મર્યાદા સ્નાતક સુધીની કરીને સરકાર ફરીથી પરીક્ષાની તારીખ જાહેર કરશે.
શું કહે છે GSSSBના અધ્યક્ષ
GSSSBના અધ્યક્ષ અસિત વોરાએ મોટું નિવેદન આપ્યું છે. પરીક્ષા રદ થવા મુદ્દે અસિત વોરાએ પણ કહ્યું કે, મને ખબર જ નથી કે પરીક્ષા શા માટે રદ થઇ છે. પરીક્ષા રદ થવા બાબતે હું અજાણ છું.
કારણ જણાવવા વિદ્યાર્થીઓની માંગ
બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની ભરતી 3100થી વધુ જગ્યાઓ માટે 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા 3,053 બેઠકો માટે યોજાવાની હતી. જેમાં કુલ 10,45,000 ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. 33 જિલ્લાના 3100 થી વધારે પરિક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર હતી.
12 લાખથી વધારે પરિક્ષાર્થીએ ભર્યા હતા ફોર્મ
ફોર્મ ભર્યાના એક વર્ષ બાદ પરીક્ષા લેવાઇ રહી હતી પણ રદ્દ થઈ જાત વિદ્યાર્થીઓ નિરાશ થયા હતી. લાખો પરિક્ષાર્થી એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અનેક આશાસ્પદ યુવાનોના સપના ધૂળઘાણી થઇ ગયા છે. અગાઉ પણ અનેક પરીક્ષા આ રીતે રદ કરવામાં આવી છે.
થોડા સમય પહેલ એલઆરડીમાં પરીક્ષામાં ફૂટ્યુ હતું પેપર
પરીક્ષા રદ કરી પણ કોઇ કારણ ન આપતા પરીક્ષાર્થીઓમાં અને ક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું પરીક્ષામાં ફરીવાર LRDની જેમ કોંભાડ થયું ? LRDની જેમ પેપર ફૂટ્યુ તો નથી ? ગૌણ સેવા પસંદગી મંડળ શા માટે મૌન છે ?ભુતકાળમાં સરકારના દાવાનું શું થયું ? અગાઉ ટાટ, LRD, વન સંરક્ષકની પરીક્ષા રદ કરાઈ હતી. શું ગુજરાતના યુવાનો આ રીતે ભોગ બનતા રહેશે ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.