ઘણીવાર કામ કરતી વખતે આપણું મન નથી લાગતું. આ દરમિયાન કંઇ પણ કર્યા વગર જ થાક અને સુસ્તી આપણને ઘેરી વળે છે, જેના કારણે આપણા દૈનિક કાર્યોમાં તેની નકારાત્મક અસર પડે છે. એવામાં આપણે મન લગાવીને કામ પતાવી શકતા નથી. એટલા માટે શરીરની સુસ્તી દૂર કરીને સ્ફૂર્તિ લાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. જાણો, કઇ વસ્તુઓના સેવનથી તમે સુસ્તી દૂર કરી શકો છો.
ગ્રીન ટી
વધારે કામ કરતી વખતે આપણે થાક અને તણાવ બંનેનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો તમારે આ દરમિયાન ગ્રી ટી પીવી જોઇએ. આ તમારા શરીરને ઊર્જા આપે જ છે. આ સાથે જ એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે.
વરિયાળી
વરિયાળીને આપણે રસોડાના મસાલા અને માઉથ ફ્રેશનર તરીકે જાણીએ જ છીએ. પરંતુ તેમાં તેનાથી પણ વધારે ગુણ રહેલા છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્ત્વ મળી આવે છે, જે તમારા શરીરની સુસ્તીને ભગાડવામાં મદદ કરે છે.
ચૉકલેટ
ઘણીવાર અલગ-અલગ કારણોને કારણે આપણો મૂડ ખરાબ થઇ જાય છે અને મૂડ ઠીક ન હોવા પર કોઇ કામમાં મન નથી લાગતું. એવામાં આપણે ચૉકલેટ ખાવી જોઇએ. ચૉકલેટમાં રહેલ કોકો આપણા શરીરના મસલ્સને રિલેક્સ કરીને આપણને તાજગી આપે છે.
દહીં
તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પરિબળ રહેલાં હોય છે, ઊર્જાનો અસરકારક સ્ત્રોત છે. જેના કારણે શરીરમાં ઊર્જાનું સમાગમ થાય છે. મલાઇ રહિત દહીંનું સેવન થાક અને સુસ્તીને દૂર ભગાડે છે.
ઑટ્સ
ઑટ્સમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લાઇકોજન હોય છે, જે ખાધા બાદ શરીરમાં જમા થઇ જાય છે. અને દિવસભર આપણા શરીરને ધીમે-ધીમે ઊર્જા આપતું રહે છે.
પાણી, જ્યુસ વગેરે
શરીરમાં પાણીની ઊણપ પણ સુસ્તીનું એક મુખ્ય કારણ છે. થોડાક-થોડાક સમયગાળા વચ્ચે પાણી અથવા જ્યુસ જેવા પીણાં પીતાં રહેવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.