દિલ્હીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમા કોરોના વાઇરસના સતત વધતા સંક્રમણને લઇને સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કર્યા છે. તેમણે ભારતમા કોરોના વાઇરસના વધી રહેલા કેસો સામે દુનિયાની બીજા દેશોમા કોરોના વાઇરસના કેસોમા થઇ રહેલા વધારાનો એક ચાર્ટ રજુ કર્યો હતો. તેમજ તેની સાથે એક ટ્વિટ કરી હતી કે, શું ભારત કોવિડ-19 સામેની લડતમાં સારી સ્થિતિમાં છે?.
દેશમા છેલ્લા 24 કલાકમા કોરોના વાઇસના સંક્રમણના 28,701 કેસો સામે આવતા કુલ કેસની સંખ્યા 8,78,254 થઇ ગઇ છે. જો કે આ વાઈરસના કારણે 500 લોકોના મૃત્યુ થઇ ગયા છે. તેથી કુલ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 23,174 થઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા આંકડા મુજબ, કોરોના વાઇરસથી અત્યાર સુધીમા 5,53,470 લોકો સાજા થઇ ગયા છે અને 3,01,609 લોકોની સારવાર ચાલી રહેલી છે તેમજ એક વ્યક્તિ દેશની બહાર પણ ગયો છે.
એક અધિકારીના મત અનુસાર અત્યાર સુધી આ વાઈરસથી સાજા થનાર લોકોનો રિક્વરી રેટ 63.01% છે. કોરોના પોઝીટીવ કેસોમા કેટલાક વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.