હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે થયેલા બળાત્કાર અને તેમની હત્યા કરનારા ચારેય આરોપીઓને પોલીસે શુક્રવાર સવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા.પોલીસની આ કાર્યવાહીની દેશભરમાં લોકો પ્રસંશા કરી રહ્યા છે.
રાજનેતાઓથી માંડીને બોલિવુડ કલાકારો અને ખેલ જગતનાં ખેલાડીઓ પોલીસને શાબાશી આપી રહ્યા છે.પરંતું કેટલાક એવા લોકો પણ છે જે આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી રહ્યા છે.તેમાં એક નામ જ્વાલા ગટ્ટાનું પણ છે,તેમણે સવાલ કર્યો કે શું અન્કાઉન્ટર કરવાથી ભવિષ્યમાં બળાત્કાર બંધ થઇ જશે.
તેલંગાણા પોલીસ દ્વારા શુક્રવારે ગેંગરેપ પિડિતા અને તેમની હત્યા કરનારા ચારેય આરોપીઓને એન્કાઉન્ટર કરી મારી નાખવામાં આવ્યા હતાં,પોલીસનાં જણાવ્યા અનુંસાર આરોપીઓને ક્રાઇમ સીન રિક્રિયેટ કરવા માટે એ જ જગ્યાએ લાવવામાં આવ્યા હતાં,
જ્યાં તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.આરોપીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો,અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો,આ કારણે પોલીસને ગાળીબાર કરવો પડ્યો હતો,જેમાં તમામ આરોપી માર્યા ગયાં.
ગેંગરેપનાં આરોપીઓનાં એન્કાઉન્ટરની ખબર આખા દેશમાં ફેલાતા ઘણાં સ્થળોએ આનંદ મનાવવામાં આવ્યો હતો,પરંતું વિશ્વ કપમાં દેશને મેડલ અપાવી ચુકેલી જ્વાલા ગટ્ટાએ પોલીસને જ સવાલ પુછ્યો છે.
તેણે ટ્વીટ કર્યું છે કે ‘કે શું આ ભવિષ્યમાં બળાત્કારને રોકી શકશે.? અને એક મહત્વપુર્ણ સવાલ કે શું હવે દરેક બળાત્કારી સાથે આવો જ વર્તાવ થશે,,,તેમની સામાજિક પ્રતિષ્ઠા છતા પણ?.
આ પહેલા બેડમિન્ટનની સ્ટાર ખેલાડી સાયના નેહવાલે અને ઓલંમ્પિકમાં બે મેડલ જીતી ચુકેલા સુશીલ કુમારે પણ એન્કાઉન્ટર માટે પોલીસને શાબાશી આપી હતીં.
સાયના નેહવાલે પણ ટ્વીટ કરીને પોલીસનાં આ કાર્યની પ્રસંશા કરી હતી, તેણે લખ્યું ‘ખુબ જ સરસ કામ.હૈદરાબાદ પોલીસ અમે તમને સલામ કરીએ છીએ.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.