ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડોલરની સરખામણીમાં રૂપિયો સતત તૂટતા અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય કરન્સીની સ્થિતિને સુધારવા માટે બેન્કની નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીર છાપવાની વકાલત કરી છે.મીડિયા સાથે વાતચીત કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તેઓ નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીર છાપવાના પક્ષમાં છે.
ઇન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન ગણેશની તસવીર છાપવાના પ્રશ્ન પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આ પ્રશ્ન પર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપી શકે છે. જો કે જ્યાં સુધી મારી વાત છે તો હું આના પક્ષમાં છું. ભગવાન ગણેશ અડચણોને દૂર કરે છે. મારું તો એ કહેવું છે કે ધનની દેવી લક્ષ્મીની તસવીર બેન્ક નોટમાં છાપવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધારો થઇ શકે છે. તેના પર કોઇએ ખરાબ માનવાની જરૂર નથી.
આ દરમ્યાન ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સીએએ પર પણ પોતાનો પક્ષ મૂકયો. તેમણે કહ્યું ક નાગરિકતા સંશોધન અધિનિયમમાં આપત્તિજનક કંઇ જ નથી. તેના માટે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ ખુદ નાગરિકતા સંશોધન કાયદા માટે અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.