AAP ના નેતાઓના આવા ફોટા થયા વાઈરલ, આ ફોટાઓથી ચારેબાજુ થઈ રહી છે ચર્ચા….

હાલ ગુજરાતમાં ચુંટણીના શંખનાદ ફૂંકાઈ ચુક્યા છે ત્યારે ભાજપની વર્ષોની ‘વિકાસ યાત્રા’ને બ્રેક લગાવવા નવી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ ‘મિશન ગુજરાત’ની શરૂઆત કરી દીધી છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પુરા જોશમાં આગળ વધી રહી છે જેમાં આ ઐતિહાસિક પરિવર્તન યાત્રાને સર્વત્ર જનસમર્થન મળી રહ્યું છે.

સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટની આગેવાનીમાં નીકળેલી આ પરિવર્તન યાત્રા સવારે 6 કલાકે કોડીનારથી નીકળીને 10 કલાકે કોડીનાર શહેરમાં પહોંચી હતી અને ત્યાંથી ઉપડી સાંજે 4 વાગે ઉનાગામ પહોચી હતી ત્યારબાદ ઉનાગામથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે મોટા સમઢીયાડા ખાતે પહોચી હતી. ત્યાં આ દરેક નેતાઓ કોઈપણ સુવિધા વગર ખેતરમાં ખાટલા પર સુતા પણ નજરે ચડ્યા હતા.

મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. લોકોમાં આમ આદમી પાર્ટી નવું આશાનું કિરણ બનીને ઉભરી રહી છે અને આ પરિવર્તન યાત્રામાં જનતા સાથે જનતાના મુદ્દાઓ ની ચર્ચા થઈ રહી છે. આ પરિવર્તન યાત્રાને કારણે ભાજપ-કોંગ્રેસમાં ભયનું વાતાવરણ પણ ઉભું થયું છે અને દરેક સ્થળ પર લોકો સાથે વાત કરીને, લોકો સાથે જમીની સમસ્યાઓ પર ચર્ચા કરીને પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે અને આ સાથે વિવિધ વિધાનસભાઓમાંથી જાહેર મુદ્દાઓ પર મોટી સંખ્યામાં જનમત પણ યોજવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.