દેશમાંથી સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતા માર્કેટિંગ વર્ષ દરમિયાન ખાંડની નિકાસ 57 ટકા વધીને 109.8 લાખ ટન નોંધાઇ હતી જેને પરિણામે દેશમાં રૂ. 40,000 કરોડની રોકડનો પ્રવાહ જોવા મળ્યો હતો. માર્કેટિંગ વર્ષ 2021-22 (ઑક્ટોબર-સપ્ટેમ્બર)ના અંતે ખેડૂતોને શેરડીના એરિયર્સ તરીકે રૂ.6,000 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી.
News Detail
વર્ષ 2021-22 દરમિયાન દેશમાં કુલ 5,000 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 3,574 લાખ ટનને ખાંડની મિલો દ્વારા ક્રશ કરવામાં આવી હતી. તેના મારફતે 394 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. તેમાંથી, 35 લાખ ટન ખાંડને ઇથેનોલના ઉત્પાદન માટે ડાયવર્ટ કરાઇ હતી જ્યારે સુગર મિલો દ્વારા 359 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ સીઝન દેશના ખાંડ સેક્ટર માટે લાભદાયી સાબિત થઇ છે. શેરડીનું ઉત્પાદન. ખાંડનું ઉત્પાદન, ખાંડની નિકાસ, શેરડીની પ્રાપ્તિ, શેરડીના લેણાની ચૂકવણી અને ઇથેનોલનું ઉત્પાદન પણ આ જ સીઝનમાં કરવામાં આવ્યું હતું.
દેશમાંથી સરકારની કોઇપણ પ્રકારની આર્થિક સહાય વગર 109.08 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. મે મહિનામાં સરકારે 100 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં માત્ર 12 લાખ ટનની નિકાસની છૂટ આપી હતી. આ સાથે જ 2021-22ના માર્કેટિંગ વર્ષ દરમિયાન કુલ નિકાસનો ક્વોટા 112 લાખ ટન રહ્યો હતો. મિલો દ્વારા 109.8 લાખ ટનનું શિપમેન્ટ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.