કાળા ઘઉં કૃષિ વૈજ્ઞાનિકોની અનોખી શોધ છે. આ ઘઉં સામાન્ય ઘઉં કરતા વધારે પોષક તત્ત્વો ધરાવે છે. જેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જો તમે નવા ઘઉં ભરવા ઈચ્છો છો, તો આ કાળા ઘઉં તમારા માટે બેસ્ટ ચોઈસ રહેશે. આ ઘઉંના ફાયદા જાણવા જેવા છે.
લાલ રંગના ઘઉં તો દરેક જણે જોયા હશે. પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોએ ગજબનું સંશોધન કરીને કાળા ઘઉં ઉગાડ્યા છે. આ ઘઉં સામાન્ય ઘઉં કરતા વધારે પોષક તત્ત્વો ધરાવે છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે.
કાળા ઘઉંમા ઝીંક, પ્રોટીન, કોપર, ફાઇબર, સેલેનિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન B1, B2, B3, B5, B9 જેવા પોષક તત્ત્વો જોવા મળે છે. જે શરીરને ઘણી બધી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે.
કાળા ઘઉંમાં રહેલું મેગ્નેશિયમ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. પરિણામે શરીરમાં હૃદયરોગનું જોખમ રહેતુ નથી. ફાયબરથી ભરપૂર કાળા ઘઉંની રોટલી ખાવાથી કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. સાથોસાથ પાચનતંત્ર પણ મજબૂત બને છે.
બ્લડ પ્રેશર અને ડાયાબિટિસના દર્દીઓ માટે પણ કાળા ઘઉંની રોટલી લાભદાયી છે. કારણ કે કાળા ઘઉં હાયપરટેન્સિવ દવાઓ જેટલા અસરકારક છે. જેથી તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત તેના સેવનથી સુગર પણ કંટ્રોલમાં રહે છે.
મહિલાઓએ ખાસ કાળા ઘઉંનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમા રહેલા પ્રોટીન, મેગ્નેશિયમ અને આયર્ન શરીરમાં લોહી બનાવે છે. જેથી એનિમિયા જેવી બીમારી થતી નથી.
ફાયબરથી ભરપૂર આ ઘઉંની રોટલી ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આ ઘઉંનું વધુમાત્રામાં સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.